Monday, March 7, 2016

8/2/2016 NA DIVAS THI BOARD NI PARIXA START: 18.75 LAKHS STUDENTS GIVE EXAM

મંગળવારથી બોર્ડ પરીક્ષા શરૂ થશે : ૧૮.૭૫ લાખ વિદ્યાર્થી
રાજ્‍યમાં ૧૬૦૭ કેન્‍દ્રો પૈકી ૧૪૯ સંવેદનશીલ : કેદીઓ માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વ્‍યવસ્‍થા કરવામાં આવી : પરીક્ષાનો માહોલ જામી ગયો
   અમદાવાદ, તા.૬,રાજ્‍યભરમાં મંગળવાર ૮મી માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની રાજ્‍યના સેકન્‍ડરી અને હાયર એજ્‍યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાનો આરંભ થશે. આ વર્ષે કુલ મળીને ૧૮.૭૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપશે. રાજ્‍યભરમાં બધુ થઇને ૧૬૦૭ કેન્‍દ્રો ખાતે પરીક્ષા લેવામાં આવશે જે પૈકી ૧૪૯ કેન્‍દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્‍યા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મંગળવારથી રાજ્‍યભરમાં શરૂ થઇ રહેલી બોર્ડ પરીક્ષામાં આ વર્ષે ધોરણ ૧૦ માટે કુલ ૧૦૮૧૩૧૬ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે પરીક્ષામાં બેસનાર છે. જ્‍યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે કુલ ૧૩૮૩૧૨ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જે સેમેસ્‍ટર-પ્રથમ માટે પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહ માટે કુલ મળીને ૫૧૪૨૭૯ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. ગુજરાત સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન બોર્ડ તરફ આ વર્ષે સૌ પ્રથમ વખત રેગ્‍યુલર અને એક્‍સટર્નલ એમ બંને પ્રકારના પરીક્ષાર્થીઓ માટે અલગ બેઠક વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. રાજ્‍યની વિવિધ જેલોમાં કારાવાસ ભોગવી રહેલા કેદીઓ દ્વારા પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપવા આવેદનપત્રો ભરવામાં આવ્‍યા છે જેના આધારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં કેદી પરીક્ષાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. કેદી પરીક્ષાર્થીઓ પૈકી ધોરણ ૧૦ માટે ૧૦૧ અને ધોરણ ૧૨ માટે કુલ ૪૩ કેદીઓ પરીક્ષા આપશે. રાજ્‍યભરમાં સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી બોર્ડ તરફથી ૧૬૦૭ કેન્‍દ્રો અને ૬૬૭૬૮ જેટલા બ્‍લોક્‍સમાં પરીક્ષા લેવામાં આવશે. બાર્ડના સૂત્રો તરફથી જાણવા મળ્‍યું છે કે, બોર્ડ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિ ન સર્જાય તે માટે બોર્ડ સત્તાવાળાઓ દ્વારા ૪૯૦૦ કેન્‍દ્રો ઉપર ઉચ્‍ચ અધિકારીઓને સ્‍માર્ટફોન અને ટેબલેટ્‍સ સાથે ખાસ ફરજ સોંપી છે જેથી કોઇપણ પ્રકારની ગેરરીતિ કરવાનાラપ્રયાસને સીધો જ ડામી શકાશેラઅત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્વે ફોન, ટેબલેટ વગેરેના ઉપયોગને લઇને બોર્ડ ખુબ જ સતર્ક થઇ ગયું છે જેના ઉપર ખાસ ધ્‍યાન અપાશે.

No comments:

Post a Comment