Monday, March 7, 2016

FIRST TIME IN GUJARAT 144 KEDI O JEL MATHI STD10-12 NI PARIXA AAPASHE

ગુજરાતમાં પહેલીવાર ૧૪૪ કેદીઓ જેલમાંથી જ ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાઓ આપશે


   અમદાવાદ :  જેલના કેદીઓ પણ ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાઓ  દઇ શકે અને બહાર જઇ સમાજમાં પુનઃસ્‍થાપિત થઇ શકે તે માટે રાજયમાં સૌ પ્રથમ વાર આ વર્ષે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડે અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્‍સ્‍પેકટર જનરલની કચેરીના સહયોગથી આયોજન કર્યુ છે. જેલના કેદીઓ માટે અલગથી જ જેલમાં પરીક્ષા વ્‍યવસ કરેલી છે તે મુજબ રાજયમાં કુલ ૪ જગ્‍યાએ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સરુત જિલ્લામાં ધોરણ-૧૦ના કુલ ૧૦૧ અને ધોરણ-૧રના ૪૩ પરીક્ષાથીઓ સાથે કુલ ૧૪૪ જેટલા બંદિવાન ખાનગી વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે.

No comments:

Post a Comment