Friday, March 4, 2016

ગુજરાતમાં એકઝામ ફીવરઃ ધો. ૧૦-૧૨ના ૧૯ લાખ પરીક્ષાર્થીઓ

ગુજરાતમાં એકઝામ ફીવરઃ ધો. ૧૦-૧૨ના ૧૯ લાખ પરીક્ષાર્થીઓ
૧૭૬ ઝોનના ૧૮૭૯ પરીક્ષા કેન્‍દ્રો ઉપર લેવાશેઃ પરીક્ષાનું સીસીટીવી અને ટેબ્‍લેટ દ્વારા નિરિક્ષણઃ પરીક્ષાર્થીઓનું પ્રથમ દિવસે ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરી ભય દૂર કરાવવા પ્રયત્‍નઃ ૩૦ હજારથી વધુ કર્મચારીઓ ફરજ પર રહેશેઃ પરીક્ષા કેન્‍દ્રો આસપાસ ૧૪૪ની કલમ
   રાજકોટ તા. ૪ : ગુજરાત રાજ્‍યના પોણા ઓગણીસ લાખ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્‍વની કસોટી આપવા ઉત્‍સુક છે. ત્‍યારે પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાય તે માટે ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કડક પ્રબંધો કરવામાં આવ્‍યા છે.
   શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓ વિશ્વાસ પૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ખાસ એકશન પ્‍લાન તૈયાર કર્યો છે. ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા તા. ૮ માર્ચથી પ્રારંભ થશે. જ્‍યારે વિજ્ઞાન પ્રવાહ સેમ.-૨ની પરીક્ષા ૨૮ માર્ચથી શરૂ થશે.
   શિક્ષણના વ્‍યાપમાં વધારો અને શાળાઓની સંખ્‍યામાં ં વધારો થતાં પરીક્ષાર્થીઓમાં વધારો નોંધાયો છે.
   ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ૧૭૬ ઝોન પાડી તેમાં ૧૮૭૯ પરીક્ષા કેન્‍દ્રો ઉપર કસોટી લેવાશે. પરીક્ષામાં ચેકીંગ સ્‍કવોડ ઉપરાંત સીસીટીવી કેમેરા જે પરીક્ષા કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા ન હોય ત્‍યાં ટેબલેટ દ્વારા પરીક્ષાનું નિરીક્ષણ કરાશે.
   પરીક્ષા કેન્‍દ્રો આસપાસ ૧૪૪ કલમનો કડક અમલ કરાવવા પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્ર આસપાસ તમામ ઝેરોક્ષની દુકાનો બંધ કરાવાશે. પરીક્ષા વ્‍યવસ્‍થામાં વપરાતા વાહનો ઉપર ઓન એકઝામ ડયૂટીનું બોર્ડ મુકવામાં આવશે.
   પરીક્ષા કેન્‍દ્ર સાથે સંકળાયેલા કર્મચારીઓની ખાસ ઓળખ પત્ર આપવામાં આવશે. પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય દૂર થાય તે માટે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવશે.
   સૌરાષ્‍ટ્રમાં રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, સુરેન્‍દ્રનગર, બોટાદ, દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં તા. ૬થી પરીક્ષાનો કંટ્રોલરૂમ શરૂ થઇ જશે. સમગ્ર રાજ્‍યમાં ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓ પરીક્ષાની કામગીરી સંભાળનાર છે.  ઉપરાંત ધો. ૧૦ અને ધો. ૧૨માં જેઓ શાળામાં હાજરી આપી અભ્‍યાસ કર્યો નથી તેવા પરીક્ષાર્થીઓ પણ આ બંને જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી રહ્યા છે, ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ૭૮૯૪૫ અને માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં ૨૭૦૫૮ ઉમેદવારો ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ છે.
   આ જાહેર પરીક્ષાઓના સુચારૂ સંચાલન માટે ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માટે ૫૧ ઝોન તથા માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માટે ૭૬ ઝોનની રચના કરવામાં આવેલ છે. સામાન્‍ય પ્રવાહના ૫૧૪૨૭૯ તથા વિજ્ઞાન પ્રવાહ સેમેસ્‍ટર-૧ ૧૪૦૯૯૬ અને સેમેસ્‍ટર-૨ના ૧૩૮૩૧૨ અને સંસ્‍કૃત માધ્‍યમની પરીક્ષામાં ૫૪૦ ઉમેદવારો નોંધાયેલ છે. માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા-૨૦૧૬માં ૧૦૮૧૩૧૬ ઉમેદવારો પરીક્ષા આપશે. એસ.એસ.સી. પરીક્ષા માટે કુલ ૮૫૫ કેન્‍દ્રો છે. એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહની પરીક્ષા માટે કુલ ૪૮૪ કેન્‍દ્રો મંજૂર કરવામાં આવેલ છે જે પૈકીના ૧૩૧ કેન્‍દ્ર વિજ્ઞાન પ્રવાહ માટે છે.(૨૧.૪)
      
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           
      
      સૌરાષ્‍ટ્રના ધો. ૧૦-૧૨ના પરીક્ષાર્થીઓ
      
      ક્રમ
      
      જિલ્લો
      
      ધો. ૧૦
      
      ધો. ૧૨
      
      સામાન્‍ય પ્રવાહ
      
      વિજ્ઞાન પ્રવાહ
      
      
      
      અમરેલી
      
      ૨૬૭૭૧
      
      ૧૬૬૩૩
      
      ૩૧૫૪
      
      
      
      કચ્‍છ
      
      ૨૯૦૪૯
      
      ૧૨૫૭૬
      
      ૧૩૨૯
      
      
      
      જામનગર
      
      ૨૧૩૭૯
      
      ૯૦૫૬
      
      ૨૦૦૫
      
      
      
      જૂનાગઢ
      
      ૩૦૪૮૫
      
      ૧૮૯૪૫
      
      ૫૦૫૪
      
      
      
      ભાવનગર
      
      ૪૫૭૧૬
      
      ૨૨૭૨૧
      
      ૫૩૮૬
      
      
      
      રાજકોટ
      
      ૫૪૫૪૮
      
      ૨૭૧૩૪
      
      ૧૦૯૫૮
      
      
      
      સુરેન્‍દ્રનગર
      
      ૨૬૧૩૦
      
      ૧૪૩૧૮
      
      ૨૨૨૯
      
      
      
      પોરબંદર
      
      ૧૧૦૪૭
      
      ૬૨૧૨
      
      ૫૧૪
      
      
      
      બોટાદ
      
      ૧૨૧૪૩
      
      ૬૪૦૬
      
      ૬૬૬
      
      ૧૦
      
      દ્વારકા
      
      ૧૦૨૩૬
      
      ૪૦૩૭
      
      ૩૦૭
      
      ૧૧
      
      ગીરસોમનાથ
      
      ૨૪૭૦૧
      
      ૧૫૮૨૫
      
      ૨૪૫૫
      
      ૧૨
      
      મોરબી
      
      ૧૫૨૩૨
      
      ૮૦૫૩
      
       ૧૪૮
      

No comments:

Post a Comment