Sunday, March 6, 2016

GOOD NEWS :OTHER BANK MATHI ATM UPAD THI CHARGE NHI LAGE

બીજી બેંકોના એટીએમથી ઉપાડ પર ચાર્જ નહીં લાગે
ટૂંક સમયમાં જ મોદી સરકાર નિર્ણય કરશે : નાણા મંત્રાલય સાથે આરબીઆઈની પ્રાથમિક વાતચીત

 નવીદિલ્‍હી,તા. ૬,કેન્‍દ્ર સરકાર અન્‍ય બેકોના એટીએમમાંથી નાણાના ઉપાડમાં નિર્ધારિત સમય પર લાગવામાં આવતા ચાર્જને ખતમ કરવાની તૈયારીમાં છે. આનો મતલબ એ થયો કે બીજી બેંકોના એટીએમમાંથી પૈસા ઉપાડતી વેળા કોઇ ચાર્જ લાગશે નહીં. બેંકિંગ સેવા અને હાલમાં રહેલી સેવાને વિસ્‍તળત કરવાના હેતુસર નાણામંત્રાલયની સાથે આરબીઆઈની વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવશે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આરબીઆઈને એવી સૂચના આપવામાં આવી છે કે, નિર્ધારિત સંખ્‍યા બાદ અન્‍ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડતી વેળા ચાર્જને ખતમ કરવા નિર્ણય લેવામાં આવે. આના બદલે અન્‍ય બેંકના એટીએમમાંથી એક  લાખથી વધારેની રકમ ઉપાડવાની સ્‍થિતિમાં જ ચાર્જ લેવામાં આવે.આ વ્‍યવસ્‍થાથી મધ્‍યમ વર્ગને સીધીરીતે ફાયદો થશે. મધ્‍યમ વર્ગના લોકો નિર્ધારિત સંખ્‍યા થયા બાદ પોતાની બેંકના એટીએમને શોધવા માટે સમય લાગે છે. બીજા વિકલ્‍પ તરીકે આને જોવામાં આવે છે. બીજા વિકલ્‍પ મંત્રાલય તરફથી અન્‍ય બેંકોને આપવામાં આવશે. ઉપાડની સંખ્‍યા ૧૦થી ૧૫ કરવા પણ કહેવામાં આવ્‍યું છે. બીજી બાજુ ગ્રામીણ વિસ્‍તારોમાં એટીએમની સંખ્‍યા વધારવાના મુદ્દા ઉપર પણ હિલચાલ ચાલી રહી છે. જનધન યોજના હેઠળ દેશભરમાં ખોલવામાં આવેલા ૨૦ કરોડથી પણ વધારે ખાતા છે. આટલી મોટી સંખ્‍યામાં ખાતા ખોલવાની સાથે બેંકિંગ સુવિધાને વધારવાની બાબત પણ જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં એટીએમ જોવા મળતા નથી. આવી સ્‍થિતિમાં સરકાર ટપાલ વિભાગના એટીએમના વિસ્‍તળત કાર્યક્રમ સાથે આગળ વધવા માંગે છે.

No comments:

Post a Comment