Friday, February 12, 2016

● વસંત પંચમી-ઋતુરાજ વસંતના વધામણાં◆ કૃષ્ણએ કહ્યું હતું'ઋતુઓમાં વસંત હું જ છું' વસંતપંચમી વિશે બધુ જ જાણો ●


● વસંત પંચમી ઋતુરાજ વસંતના વધામણાં - પરેશ અંતાણી

વસંત પંચમી એટલે શુભ મંગલ કાર્ય પ્રારંભ કરવાનો પવિત્ર દિવસ. વર્ષમાં શિયાળાની ઋતુનાં અંતમાં મહાસુદી પાંચમમાનો આ પાવન ઉત્સાહ, લગ્નો ગોઠવવા માટેના ઉત્તમ મુહૂર્તો ગણાયા છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછીના ૪૦ દિવસો વસંત ઋતુના કહેવાયા છે. વસંત એ ફૂલો ખીલવાની મોસમ છે. આથી આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતના અવનવા રંગીન મજાના ફૂલો માનવ, હૃદયને ખુશ કરે છે.

કવિ ન્હાનાલાલે આથી જ વસંતને
'ઋતુરાજ વસંત'નું ઉપનામ આપ્યું છે. એકધારા માનવજીવનમાં તે  આહલાદકતા પણ લાવે છે. નવ પ્રેમીઓની પણ મોસમ છે. આ વસંત સગાઈ થઈ ગઈ હોય અને લગ્નની તારીખ વચ્ચેનો આ સમયગાળો પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે. જેમાં તેઓ એકબીજાની ખૂબીઓ ખાસિયતો સમજી જાણી શકે છે. પશ્ચિમ દેશોમાં પણ બરાબર આ સમય દરમ્યાન 'વેલેન્ટાઇન ડે' આવે છે. જેમાં પ્રેમીઓ પોતાના હૃદયમાંના પ્રેમને આ દિવસે પોતાના સાથી સમક્ષ વ્યક્ત કરે છે.
વસંત પંચમીનો ઉત્સવ દેશની સંસ્કૃતિના તોરણ સમાન ગણાયો છે. આ ઋતુમાં ધરતી રંગબેરંગી ફૂલોથી ખીલી ઊઠે છે. 
મનને તરબતર કરી દે તેવી સુગંધ હવામાં મહેંકી ઉઠે છે. બગીચામાં કેસૂડાના લાલરંગી ફૂલો નયનરમ્ય લાગે છે, તો ખેતરોએ વર્ષા ઋતુની જેમ લીલી ચાદર ઓઢી હોય તેવું અનુપમ સૌન્દર્ય ધારણ કરે છે.

વસંતના વધામણા તો સૌને પ્રિય લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ।। ઋતાનાં કુસુમાકર: ।। ઋતુરાજ વસંતને પોતાના મહત્ત્વનો દિન કહ્યો છે. મહાકવિ કાલીદાસે 'ઋતુસંહારમ'માં મતવાલી વસંતનો મહિમા ખૂબ સુંદર રીતે ગાયો છે. દેવોને પણ મોહ પમાડનાર એવા કામદેવ તેમજ તેમની પ્રેયસી રતિનું વસંત પંચમીના દિવસે કેસૂડાં અને આમ્રફૂલથી પૂજન-અર્ચન કરવામાં આવે છે. 
હવેલીઓમાં કેસૂડાનાં ફૂલોનો રંગ ઉડાડવામાં આવે છે. તો પુષ્ટિ સંપ્રદાયમાં કળશ થાય છે. વસંત ઋતુના ખાસ સંગીતના રાગ હવેલીઓમાં ગવાતા હોય છે. વૈષ્ણવ પરંપરાઓમાં આ સમયગાળા દરમ્યાન હોળીના ઉત્સવ જેવો માહોલ રહે છે.
નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું એ ગુજરાતી કાવ્યોનો શાશ્વત વસંત છે :
'આ ઋતુ રૃડી રે, મારા વ્હાલા રૃડો માસ વસંત,
રૃડા તે વનમાં કેસુ ફૂલ્યાં, રૃડો રાધાજીનો કંથ.
તો ભક્ત કવિ સૂરદાસે વસંત ઋતુના વધામણાં આ રીતે ગાયા છે.
'આઇ હમ નંદ કે દ્વારે, ખેલત ફાગ વસંતપંચમી,
સૂરદાસ પ્રભુ રિઝા મગન ભયે, ગોપ વધુ તન વારે ।।
વસંતોત્સવ
હે વનો લીલાં થઈ રહ્યાં…..ટેકરીઓય તે લીલીછમ
હે…લીલુ બધે વર્તાય …
હે. પાનખર હોય, શું ફર્ક પડે ..ભીતર હોય વસંત …..
આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક..
વસંતોત્સવમાં વસંત વિશેનું આનાથી રૂડુ બીજું કાવ્ય કયું હોઈ શકે… અને વસંત એટલે જ મિલનની ઋતુ, મિલનનો અવસર, મિલનની ઉજાણી… અને આવા વાસંતી મિલનનો અવસર! વસંતોત્સવ..
પ્રભુને બોલવા નો આવસર વસંત .પ્રભુ સાથે ના મિલન ની વાત છે
એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય, શું ફર્ક પડે છે!
આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.

♥ ઉપરની માહિતી pdf file માં download કરો.Click Here.

◆ કૃષ્ણએ કહ્યું હતું'ઋતુઓમાં વસંત હું જ છું' વસંતપંચમી વિશે બધુ જ જાણવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment