Friday, January 1, 2016

SCIENCE SEMETAR:1 NU VIGAT VAAR RESULT JUVO EK CLICK MA





 ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બપોરે ૧૧.૩૦ કલાકે નવું સુધારેલું વિજ્ઞાન પ્રવાહ સેમ-૧નું પરિણામ જાહેર કરેલ છે.
      સમગ્ર ગુજરાત રાજયમાંથી ભારે રોષ ફેલાયો હતો. શિક્ષણબોર્ડની વેબસાઈટ તુરંત બ્‍લોક કરી અને નવુ પરિણામ જાહેર કરવા કામગીરીનો ધમધમાટ શરૂ કરેલ. આખી રાત નવુ સુધારેલુ પરિણામ જાહેર કરવા શિક્ષણ બોર્ડે કમર કસી હતી.
      શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન શ્રી આર. આર. ઠક્કરનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે, આખી રાત બોર્ડમાં સંસ્‍કૃત વિષયમાં થયેલી ટેકનીકલ ક્ષતિ દૂર કરવાની કામગીરી ચાલી હતી અને મોટા ભાગનું કાર્ય પૂરૂ થઈ ગયુ છે.
      શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહ સેમ-૧નું પરિણામમાં કુલ ૧,૪૧,૬૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી શ્રેષ્‍ઠ ગણાતો એ૧ ગ્રેડમાં ૨૩૯૬, એ-૨ ગ્રેડમાં ૯૩૦૧, બી-૧ ગ્રેડમાં ૧૪૯૨૭, બી-૨ ગ્રેડમાં ૨૨૬૫૮, સી-૧ ગ્રેડમાં ૩૨૯૧૨, સી-૨ ગ્રેડ ૩૭૩૫૭ અને ડી ગ્રેડમાં ૧૭૭૧૩, ઇ-૧ ગ્રેડમાં ૩૯૯૭ વિદ્યાર્થીઓ ઝળક્‍યા હતા.
      સમગ્ર ગુજરાત રાજ્‍યમાં એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ખૂબ સુરત શહેર સુરતના ૪૫૦ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. બીજા ક્રમે રંગીલુ રાજકોટ ૩૭૮ વિદ્યાર્થીઓએ એ-ગ્રેડ મેળવ્‍યો છે.
      ગુજરાત રાજ્‍ય વિજ્ઞાન પ્રવાહ સેમ-૧માં કુલ ૧૮૬૨ વિદ્યાર્થીઓને ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્‍ત થયા છે. જેમાંથી ૧૭૨૫ વિદ્યાર્થીઓને ભૌતિકશાષા વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્‍ત થયા છે. જ્‍યારે મેથેમેટીક્‍સમાં ૯૪ અને કેમેસ્‍ટ્રીમાં ૩ તથા કોમ્‍પ્‍યુટરમાં ૩ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ માર્ક મેળવેલ છે.
      ગઇકાલે મોટાભાગના વિદ્યાર્થીઓ સંસ્‍કૃતમાં નાપાસ થયેલ તે પૈકી આજે નવા જાહેર થયેલા પરિણામમાં ૫૭૧૨૪ વિદ્યાર્થીમાંથી ૪૦ વિદ્યાર્થીએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે.
      ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્‍ટો-૨૦૧૫માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્‍ટર-૧નું સુધારેલ પરિણામ જાહેર થયું છે.
      વિદ્યાર્થીઓમાં સમજ અને સર્જનાત્‍મકતા વિકસે, ભણતરનો ભાર હળવો થાય તે દૃષ્‍ટિકોણને નજર સમક્ષ રાખી સેમેસ્‍ટર પધ્‍ધતિ અમલમાં આવેલ છે. સેમેસ્‍ટર-૧ પરીક્ષા OMRપધ્‍ધતિ લેવાયેલ છે. બહુ વિકલ્‍પીય કસોટીઓ અને OMRપધ્‍ધતિ દ્વારા લેવાયેલ સેમેસ્‍ટર-૧ની પરીક્ષામાં કુલ ૧,૪૧,૬૯૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જે પૈકી કુલ ૪,૪૧,૬૦૫ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેલા હતા.
      વિજ્ઞાનપ્રવાહ પ્રથમ સેમેસ્‍ટરમાં A ગ્રુપનાં ૬૫,૪૮૧ વિદ્યાર્થી નોંધાયેલા હતા અને ૬૫,૪૫૬ વિદ્યાર્થી ઉપસ્‍થિત રહેલ હતા. B ગ્રુપમાં ૭૬,૧૮૩ વિદ્યાર્થી નોંધાયેલા હતા અને ૭૬,૧૧૫ વિદ્યાર્થી ઉપસ્‍થિત રહેલ હતા. AB ગ્રુપમાં ૩૪ વિદ્યાર્થી નોંધાયેલ હતા અને ૩૪ વિદ્યાર્થી ઉપસ્‍થિત રહેલ હતા.
      ચાલુ સાલે ઓક્‍ટોબર ૨૦૧૫માં લેવાયેલ સેમેસ્‍ટર-૧માં કુલ ૧૭ ગેરરીતિ કેસ થયેલ હતા. જેમાં ૨ વિદ્યાર્થીનું એક વિષયનું પરિણામ રદ્દ કરવામાં આવેલ છે, જ્‍યારે ૧૫ વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરેલ છે.

No comments:

Post a Comment