Friday, January 8, 2016

●દુનિયા બનાવતા સાત ખંડો વિશે સંક્ષિપ્ત માહિતી●



●દુનિયા બનાવતા સાત ખંડો વિશે સંક્ષિપ્ત માહિતી●

દુનિયાના  સાત ખંડો વિશે સંક્ષિપ્ત માહિતી●


દુનિયા બનાવતા સાત ખંડો
મહાસાગરો વિશે તો આપણે અવારનવાર વાત કરતાં જ હોઈએ છીએ પણ પૃથ્વી પર આવેલાં સાત ખંડો વિશે ભાગ્યે જ કોઈ વાત કરતા હોઈએ છીએ. આજે આપણે અહીં દુનિયાના સાતેય ખંડોનું પરિભ્રમણ કરીશું....
મિત્રો, વિશ્વ સાત ખંડોમાં વહેંચાયેલું છે. તમને બધાં જ વિશે માહિતી છે? જો હા હોય તો સરસ.. અને જો ના હોય તો ચાલો આજે એના વિશે માહિતી મેળવી લઈએ.
 
એશિયા
સાત ખંડોમાં સૌથી મોટો ખંડ એટલે એશિયા. તે પૃથ્વીનો એક તૃતિયાંશ ભાગ એટલે કે ૮.૬ ટકા ભાગ રોકે છે. જાપાનથી લઈને દક્ષિણપૂર્વીય આરબ સુધી તેની સીમા વિસ્તરેલી છે. એશિયાએ આવરેલો કુલ ભૂમિભાગ ચંદ્ર કરતાં પણ વધુ છે. આપણું ભારત એશિયા ખંડમાં આવેલું છે. એશિયાનો સૌથી ગીચતા ધરાવતો દેશ બાંગ્લાદેશ છે. એશિયાનો સાક્ષરતા દર ૬૫.૫ ટકા છે. એશિયાના જુદાં જુદાં દેશોમાં આઠ પ્રકારના ધર્મો અનુસરવામાં આવે છે. એશિયા ૪૪,૫૭૯,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર આવરે છે. એશિયા ખંડમાં ૫૩ દેશોનો સમાવેશ થાય છે.
 
આફ્રિકા
વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા બીજા નંબરે આવે છે. તે પૃથ્વીનો બાવીસ ટકા ભાગ આવરે છે. દુનિયાનું સૌથી મોટું રણ-સહરાનું રણ આ ખંડમાં આવેલું છે. વિષુવવૃત્ત અહીંથી પસાર થતું હોવાથી અહીંનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. આફ્રિકા ખંડ પણ ૫૩ દેશો ધરાવે છે. વિશ્વની સૌથી લાંબી નદી-નાઈલ નદી પણ અહીં જ આવેલી છે. હીરા, સોના, યુરેનિયમ અને તાંબાના ઉત્પાદન માટે આફ્રિકા પ્રચલિત છે.
 
ઉત્તર અમેરિકા
આમ તો આપણે અમેરિકા કે યુએસએ તરીકે આ ખંડનો ઉલ્લેખ કરીએ છીએ પરંતુ અમેરિકા ખંડ બે ભાગમાં વહેંચાયેલો છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ઉત્તર અમેરિકા ત્રીજો મોટો ખંડ છે. ૨૪ દેશો આ ખંડમાં આવેલા છે. અમેરિકો વાસ્પુસીના નામ પરથી આ ખંડનું નામ અમેરિકા પાડવામાં આવ્યું છે. ઉત્તર અમેરિકા જ એકમાત્ર એવો ખંડ છે જેમાં દરેક પ્રકારની ઋતુઓ જોવા મળે છે.અલાસ્કામાં આવેલો માઉન્ટ મેકિન્લી ઉત્તર અમેરિકાનો સૌથી ઊંચો પર્વત છે.
 
દક્ષિણ અમેરિકા
દક્ષિણ અમેરિકા ચોથા ક્રમાંકે આવે છે. વિશ્વની બીજી મોટી પર્વતીય શૃંખલા માઉન્ટ એન્ડ્રુસ અહીં આવેલી છે. આફ્રિકાની જેમ દક્ષિણ અમેરિકામાં પણ રેઈન ફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો આવેલાં છે. વિશ્વનો સૌથી લાંબો જંગલ વિસ્તાર દક્ષિણ અમેરિકામાં આવેલો છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકામાં બોક્સાઈટ, લોખંડ, ટીન, લેડ, ઝિંક,સોનુ વગેરે ધાતુઓના ભંડાર આવેલા છે.
 
એન્ટાર્કટિકા
એન્ટાર્કટિકા ખંડ છઠ્ઠા સ્થાને આવે છે. આ ખંડ બરફથી છવાયેલો છે. એટલે કે માનવસમુદાય અહીં જોવા મળતો નથી પરંતુ સીલ અને પેંગ્વિન જેવાં ઠંડા વાતાવરણમાં અસ્તિત્વ ટકાવી શકતા જીવો અહીં જોવા મળે છે. બરફને કારણે આ ખંડ એકદમ ઠંડો અને સૂકો છે. એન્ટાર્કટિકામાં આવેલાં ઓઝોન સ્તરમાં ગાબડું પડવાને કારણે સૂર્યનાં પારજાંબલી કિરણો સીધાં પૃથ્વી પર પહોંચે છે જે પર્યાવરણ માટે નુક્સાનકારક છે.
 
યુરોપ
યુરોપને કેટલીક વાર યુરોપા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાખમાંથી બેઠા થતાં ફોનિક્સ પંખી વિશે તો તમે સાંભળ્યું જ હશે. ગ્રીક સંસ્કૃતિમાં યુરોપાને ફોનિક્સની દીકરી માનવામાં આવે છે. તેના નામ પરથી ખંડનું નામ યુરોપા પડયું અને હવે તે યુરોપ તરીકે ઓળખાય છે. યુરલ પર્વતો, યુરલ નદીઓ, કાસ્પિયન સમુદ્ર અને કૌકાસસ પર્વત યુરોપને એશિયાથી અલગ પાડે છે. કેટલાંક ભૂગોળશાસ્ત્રીઓ બંને ખંડને એક જ રીતે જુએ છે. જેને તેઓ યુરેશિયાના નામથી ઓળખે છે.
 
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા સાતેય ખંડોમાં સૌથી નાનો ખંડ છે. પ્રાણીજગતમાં વૈવિધ્યતા ધરાવતો આ ખંડ છે. કાંગારુને કારણે તે પ્રચલિત છે. વિશ્વની સૌથી મોટી કોરલ રીફ- ધ ગ્રેટ બેરિઅર રીફ અહીં આવેલી છે. ઓસ્ટ્રેલિયામાં દસ રણ આવેલાં છે. ૭, ૬૮૬,૯૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ઓસ્ટ્રેલિયા આવરે છે. વિશ્વના સૌથી લાંબા મગર અહીં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો ખંડ છે જે એક જ દેશ છે. જેમ્સ કૂકે આ ખંડની શોધ કરી હતી.

No comments:

Post a Comment