Thursday, January 21, 2016

જાણવા જેવું તારીખ: ૨૧/૧/૨૦૧૬



જાણો ચાલતી લટકતી ટ્રેન વિષે

અહીં ચાલે છે લટકતી ટ્રેન, માત્ર એક વખત થઇ છે મોટી દુર્ઘટનાજર્મનીમાં એર રેલ્વે સેવા હેંગીગ ટ્રેન (લટકીને ચાલતી ટ્રેન)ની સેવા આપે છે. આ ટ્રેન સેવાનો પ્રારંભ 1901માં થઇ હતી. જર્મનીના વુપ્પર્ટલ વિસ્તારમાં ચાલતી આ ટ્રેનમાં રોજ 82,000 લોકો મુસાફરી કરે છે. રસપ્રદ બાબત એ છે કે પ્બલિક ટ્રાન્સપોર્ટ માટે આવી ટ્રેન સેવાની નકલ અન્ય કોઇ શહેર કે દેશમાં કરવામાં આવી નથી.
એક રિપોર્ટ પ્રમાણે હેગિંગ ટ્રેનનો એકમાત્ર ગંભીર અકસ્માત વર્ષ 1999માં થયો હતો. જેમાં ટ્રેન વુપ્પર નદીમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 50 જેટલા લોકોને ઇજા થઇ હતી. આ ઉપરાંત 2008 થી 2013 દરમિયાન અમુક નાની ઘટનાઓ બની હતી, જોકે તેમાં કોઇ જાનહાનિ નહોતી થઇ. આ ટ્રેન ટ્રેકની લંબાઇ 13.3 કિલોમીટર છે. આ ટ્રેન નદીથી 39 ફૂટ ઉપર ચાલે છે. વિજળીથી ચાલતી આ ટ્રેનના રૂટમાં 20 સ્ટેશન આવેલા છે.
શું છે હેંગિગ ટ્રેન ચલાવવાનો હેતુ ?
આ ટ્રેનનો પ્રારંભ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, વુપ્પર્ટલ શહેરમાં 19મી સદીના અંતસુધીમાં ઔધોગિક ક્રાંતિને કારણે ઘણો વિકાસ થયો હતો. અહીં માર્ગો તો હતા, પરંતુ તે માલની હેરાફેરી અને પદયાત્રા કરનારા લોકો માટે જ. એવામાં અહીં રોડ પર ચાલતી ટ્રામ ચલાવવી મુશ્કેલ હતી.
પહાડી ક્ષેત્ર હોવાને કારણે અંડરગ્રાઉન્ડ ટ્રેન શક્ય નહોતી. આ જ કારણોસર અમુક એન્જીનિયરોએ હેંગિગ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. આ ટ્રેન સેવાને વિશ્વની સૌથી જૂની મોનોરેલ સેવામાની એક ગણવામાં આવે છે.

No comments:

Post a Comment