Monday, January 25, 2016

વિશ્વના પ્રથમ વિજ્ઞાની : થેલ્સ



દર શનિવારે એક વૈજ્ઞાનિક વિષેની માહિતી મુકાઈ છે. લખાણ સીધું અને PDF ફાઇલ પણ.

નીચેનું લખાણ PDF માં ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

વિશ્વના પ્રથમ વિજ્ઞાની : થેલ્સ

આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. કૂદકે અને ભૂસકે વિકાસ પામી રહેલા વિજ્ઞાનીક્ષેત્રમાં સંખ્યાબંધ વિજ્ઞાનીઓ થઇ ગયા. વિજ્ઞાની અને રસાયણશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, અવકાશવિજ્ઞાનીઓ, પુરાતત્ત્વશાસ્ત્રી એમ ઘણા બધા ક્ષેત્રોમાં અસંખ્ય વિભૂતિઓએ યોગદાન આપ્યા છે. પરંતુ ક્યારેક આપણને એમ વિચાર આવે છે કે પૃથ્વી પર વિજ્ઞાનીની શરૃઆત કરનાર કોણ ? વિશ્વનો આ પ્રથમ વિજ્ઞાની પ્રાચીન ગ્રીસનો થેલ્સ હોવાનું મનાય છે. ઇ.સ.પૂર્વે ૬૨૪થી ૫૪૬ દરમિયાન થઇ ગયેલા થેલ્સે પ્રથમ વાર પ્રકૃતિનો અભ્યાસ શરૃ કર્યો. દેવી દેવતાઓની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ તેણે જોયેલું અને જગતને દર્શાવેલું. તે તર્કશાસ્ત્ર અને ભૂમિતિના નિયમોથી સત્ય શોધવાનો પ્રયાસ કરતો.

થેલ્સનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૨૪માં પ્રાચીન ગ્રીસના મિલેરસ નગરમાં થયો હતો. હાલના તૂર્કીમાં આવેલું આ નગર તે સમયે સૌથી સમૃદ્ધ શહેર હતું. તે જમાનામાં ઇજિપ્ત અને બેમિલોનમાં ભૂમિતિનો વિકાસ થયો હતો. થેલ્સનો પરિવાર વેપારી હતો એટલે તેણે પણ યુવાન વયે વેપાર શરૃ કરેલો. વેપારી તરીકે તેણે ઇજિપ્તનો પ્રવાસ કરેલો. તે ખૂબ ધન કમાયેલો પોતાને વતન પરત આવીને તેણે વેપાર છોડીને અભ્યાસ શરૃ કર્યો.
તે સમયે નાઇલ નદીના સમૃદ્ધ પાણીને કારણે ઇજિપ્ત સમૃદ્ધ હતું. લોકો નાઇલમાં આવતા પૂરને દેવનો આશીર્વાદ માનતા અને વધુને વધુ પાણી આવે તે માટે પ્રાર્થનાઓ કરતા. થેલ્સે નાઇલમાં પાણીની સપાટી વધવાનું ભૌગોલિક કારણ શોધી કાઢયું અને તે દેવનો આશીર્વાદ નથી તેમ જાહેર કર્યું. આવી હિંમત દર્શાવી તેણે વિજ્ઞાનીનો પાયો નાખ્યો તેણે વૈજ્ઞાનિક ખેતી શરૃ કરી અન્ય ખેડૂતો કરતાં તેને વધુ કમાણી થતી જોઇને લોકો તેને અનુસરવા લાગ્યા.

થેલ્સ વિશે એક વાત પ્રચલિત છે. તે એક વાર પગપાળા જઇ રહ્યો હતો. ચાલતા ચાલતા તેનો પગ ખાડામાં પડયો અને તે ગબડી પડયો. રસ્તાની બાજુમાં બેઠેલી એક વૃદ્ધાએ તેને કહ્યું કે ''થેલ્સ, તારા પગ નીચે શું છે તે જ તને દેખાતું નથી.'' આ વાક્ય થેલ્સની પ્રેરણા બની ગયું. તે માનતો કે કોઇ ઇશ્વરી તાકાત નથી પણ સમુદ્ર પ્રકૃતિ વિજ્ઞાનીના નિયમો મુજબ ચાલે છે. તેના રહસ્યો આપણા પગ નીચે જ તેને શોધવા પડે.

થેલ્સે મિલેશિયન સ્કૂલ શરૃ કરી. કહેવાય છે કે પાયથાગોરાસ અને આર્કિમડિઝ પણ તે સ્કૂલમાં ભણેલા. ૭૬ વર્ષની ઉંમરે થેલ્સનું અવસાન થયેલું. તેનો સિધ્ધાંત હતો કે આપણે શું જાણીએ છીએ તે નહી પરંતુ કેવી રીતે જાણીએ છીએ તે મહત્વનું છે.

No comments:

Post a Comment