Monday, December 28, 2015

Din_vishesh_Dhirubhai_Ambani

DHIRUBHAI AMBANI


સ્વપ્ન દ્રષ્ટા ધીરુભાઈ અંબાણી
                                                     
                                                                                                                                    ધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર૧૯૩૨ના રોજ થયો હતો. હીરાચંદભાઈ અને જમનાબહેનનું તેઓ પાંચમું સંતાન. ૧૭ વર્ષની વયે એડનની એ. બીઝ એન્ડ કંપનીમાં કામ કરવા તેમણે વતન ચોરવાડ છોડ્યું. નવ વર્ષ પછી તેઓ ભારત પાછા ફર્યા અને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારી સાહસની શરૂઆત કરી. મરી-મસાલાના વ્યાપારમાંથી યાર્નના વ્યાપારમાં ઝુકાવ્યું અને ૧૯૬૬માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. તેમણે ટેક્સટાઇલ્સ,યાર્નપોલિયેસ્ટર અને પેટ્રોકેમિકલ્સના મેન્યુફેક્ચરિંગની એક વેલ્યૂ ચેઈન ઊભી કરી. ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ઝુકાવ્યું અને અબજો ડોલરના ઓઇલ એકસ્પ્‍લોરેશનનું સાહસ અજમાવ્યું.
ધીરુભાઈએ ૧૯૭૭માં કેપિ‍ટલ માર્કેટમાં પ્રવેશીને પોતાની યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો. બહુ ઓછી જાણીતી ટેક્સટાઈલ કંપનીમાં ભરોસો રાખવા તેમણે મધ્યમ વર્ગના નવા-નવા રોકાણકારોને પ્રોત્સાહિત કર્યાં. કંપનીના અસાધારણ પર્ફોર્મન્સ અને અખૂટ ભરોસાને પગલે-પગલે રોકાણકારોને મળેલા વળતરના કારણે દેશમાં એક નવી રોકાણ-સંસ્કૃતિ (ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર)નું નિર્માણ થયું. માત્ર ૨૫ વર્ષના સમયગાળામાં તેમણે ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન મેળવનાર દેશના સૌથી વિશાળ કોર્પોરેશનનું સર્જન કર્યું. સિદ્ધિ પ્રાપ્‍ત કરવા માટેની અક્ષત વચનબદ્ધતા અને પરવશ ન થઈ જતા તેમના ધ્યેયે રિલાયન્સ ગ્રૂપને એક જીવંત તવારીખ બનાવ્યું. ભારતીય ઉદ્યોગમાં સાતત્યપૂર્ણ વિકાસનો આ ગ્રૂપનો ટ્રેક રેકર્ડ અનન્ય છે. આજે રિલાયન્સનું ટર્નઓવર ભારતના જીડીપીના ત્રણ ટકા જેટલું છે.
ધીરુભાઈએ જે કોર્પોરેટ ફિલોસોફી અપનાવી તે એકદમ સફળ અને સચોટ હતી : હંમેશાં ઊંચું અને નવતર નિશાન સાધો. એના માટે ત્વરાચપળતા,સજાગતા કેળવો. શ્રેષ્‍ઠતમનો વિચાર કરો. આ ફિલોસોફીને તેમણે પોતાની ટીમમાં પણ સંવર્ધિત કરી અને રિલાયન્સની ટીમ સદૈવ ઊંચું નિશાન સાધે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો.
અલબત્તપોતાના સમગ્ર જીવનમાં તેઓ એના એ જ ધીરુભાઈ બની રહ્યા. તેમના વ્યક્તિગત મોજશોખ સાવ સીધાસાદાદોસ્તી તો તેમની અવ્વલ,સદાય તાજગી અને તિતિક્ષાથી ભરપૂરતેમનું ઔદાર્ય અક્ષયપાત્રનું. ઉત્કૃષ્‍ટતા માટેની તેમની અભિલાષા અચલ. ૬૯ વર્ષના જીવનમાં – એ પછી ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારીબોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન – ધીરભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.
ભગવદ્દગીતા કહે છે, ‘મહાન માણસનાં કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કંઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.‘ આ સિદ્ધાંત પ્રમાણે ધીરુભાઈનું જીવન એક ર્દષ્‍ટાંતરૂપ છે.

No comments:

Post a Comment